રોજ હું જગતને ગોઠવું છું બરાબર, વ્યવસ્થિત : રણને ઠેકાણે રણ અને દરિયાને ઠેકાણે દરિયો પહાડને ઠેકાણે પહાડ અને નદીને ઠેકાણે નદી ઝાડને ઠેકાણે ઝાડ અને સૂર્યને ઠેકાણે સૂર્ય ગામને ઠેકાણે ગામ અને ઘરને ઠેકાણે ઘર. પણ મારો હાથ હલી જાય છે ! કે પછી ટેબલ-કંપ થાય છે કે પછી બધું આપોઆપ થાય છે શી [...]